સરખેજ ગાંધીનગર હાઈવે પરનો આ રોડ 6 મહિના રહેશે બંધ, જાણો શું છે કારણ…

અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ જતો રોડ આગામી 6 મહિના માટે બંધ રહેશે. આ નિર્ણય નેશનલ હાઈવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા એસ.જી. હાઈવે ઉપર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર)ના કામકાજ અંતર્ગત લેવામાં આવ્યો હતો. આ જગ્યાએ બ્રિજના પિલરો તૈયાર થઈ ગયા છે અને હવે તેના ઉપર ગર્ડર લગાવવાનું કામ કરવામાં આવશે, જે 6 મહિના સુધી ચાલશે.
વૈકલ્પિક માર્ગ
ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈ ને સરખેજ જવું.
સરખેજથી ગાંધીનગર તરફ આવતા વૈષ્ણવદેવી બ્રિજ થી ડાબી બાજુ જઈને ઝુંડાલ ચોકડીથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ને ઉવારસદ બ્રિજ નીચે થી જમણી બાજુ થી ગાંધીનગર તરફ આવવાનું રહેશે.
ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈને સરખેજ જવું.
સરખેજથી ગાંધીનગર તરફ આવતા વૈષ્ણવદેવી બ્રિજથી ડાબી બાજુ જઈને ઝુંડાલ ચોકડીથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈને ઉવારસદ બ્રિજ નીચેથી જમણી બાજુથી ગાંધીનગર તરફ આવવાનું રહેશે.