ગુજરાતમાં બઢતી-બદલીનો દૌરઃ સિનિયર કલાર્ક, નાયબ ચીટનીશ, તલાટી મંત્રીની બઢતી, જુઓ લિસ્ટ

અમદાવાદઃ રાજ્યમાં હાલ બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ 59 જેટલા સિનિયર IAS ઓફિસરની બદલી કર્યા બાદ 21 ફેબ્રુઆરીએ વધુ 2 સિનિયર IASની બદલી કરી હતી. બે સિનિયર IAS ઓફિસર્સ મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી હતી. ઉપરાંત 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા. GAS કેડરના અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 5 નાયબ ચીટનીશની બઢતી આપવામાં આવી હતી. એમ પી ચાવડાને શિક્ષણ ખાતા, જિલ્લા પંચાયત, ગાંધીનગરથી ખેડીવાડી શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર (પ્રમુખના કાર્યાલય ખાતે), બી કે પટેલની શિક્ષણ ખાતા, જિલ્લા પંચાયત ગાંધીનગરથી વિકાસ-1 શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર, એમ બી પટેલની માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ, તા. દહેગામથી તાલુકા પંચાયત કચેરી, તા. કલોલ, એ એમ વાઘેલાની આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગાંધીનગરથી તાલુકા પંચાયત કચેરી, તાઃ માણસા તથા બી સી જાદવની ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગરથી મહેસુલ-2 શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે બઢતીથી નિમણૂક કરવામાં આવી હતી.
આ ઉપરાંત સાત સિનિયર કલાર્કની પણ બઢતી કરવામાં આવી હતી. શ્રીમતી પી ડી રાઠોડની સહકાર શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગરથી ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર ખાતે, એમ વી પટેલની પંચાયત શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગરથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર ખાતે, કુ. કોમલબેન એન ચાવડાની આંકડા શાખા જિલ્લા પંચાયત ગાંધીનગરથી તાલુકા આરોગ્ય કચેરી, તા.કલોલ, જિ. ગાંધીનગર ખાતે, એલ ઓ રબારીની માર્ગ મકાન પંચયાત પેટા વિભાગ, જિલ્લા પંચાયત ગાંધીનગરથી માર્ગ મકાન પંચાયત, પેટા વિભાગ, તા. દહેગામ ખાતે, એમ બી દેસાઈની મહેકમ-3 શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગરથી શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર ખાતે, શ્રીમતી પી વી ઠાકોરની સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગરથી તાલુકા આરોગ્ય કચેરી, તા. દહેગામ, જિ. ગાંધીનગર ખાતે બઢતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ACB Trap: અમદાવાદના ફાયર ઓફિસર રૂપિયા 65 હજાર લાંચ લેતા ઝડપાયા
આ ઉપરાંત 6 તલાટી કમ મંત્રી (વર્ગ-3)ની વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે બઢતી આપવામાં આવી હતી. દલ્પાબેન ડી પારેખની તલાટી કમ મંત્રી- શિહોલી, તા. ગાંધીનગરથી વિસ્તરણ અધિકારી (પંચાયત) તાલુકા પંચાયત- ગાંધીનગર ખાતે, અશોકકુમાર કે ગાંધીચટની તલાટી કમ મંત્રી બદરપુરા, તા. માણસાથી વિસ્તરણ અધિકારી (પંચાયત), માણસા, રમેશકુમાર કે ખાંટની તલાટીકમ મંત્રી-જાલિયાનો મઠ, તા. દહેગામથી વિસ્તરણ અધિકારી (પંચાયત), તાલુક પંચાયત ગાંધીનગર, યોગેશસિંહજી વાઘેલા તલાટી કમ મંત્રી-અંબોડ તાલુકો માણસાની વિસ્તરણ અધિકારી (પંચાયત), તાલુકા પંચાયત કલોલ, અભેસિંહ કે ઝાલાની તલાટી કમ મંત્રી-નાંદોલ, તા. દહેગામથી વિસ્તરણ અધિકારી (પંચાયત), તાલુકા પંચાયત ખાતે બઢતી આપવામાં આવી હતી.