સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં જાહેર રસ્તા પર વિદ્યાર્થિનીઓ બાખડી…

અમદાવાદઃ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં ભર રસ્તે સ્કૂલ સ્ટુડન્ટ્સ બાખડી પડી હતી. સ્કૂલ છૂટયા બાદ ઘરે પરત જતી વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં જ હતી. ઘણા વિદ્યાર્થીઓ એકસાથે પસાર થતા હતા ત્યારે વિદ્યાર્થિનીઓના બે જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ અને પછી બધા એકબિજા સાથે બાખડી પડ્યા.
બન્નેએ મારામારી કરી અને એકબીજાના વાળ ખેંચ્યા હતા. આસપાસના લોકો અને સાથે શિક્ષકોએ તેમને છોડાવવાની કોશિશ કરી હતી, પરંતુ છોકરીઓ છૂટી પડી જ ન હતી.
ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એક તરફથી વાહનો પસાર થઈ રહ્યા હતા અને જાહેર રસ્તા પર છોકરીઓનું ટોળુ ભેગું થયું હતું અને એકબીજાને બાખડી પડ્યા હતા. મારામારી કરતા અને વાળ ખેંચતી છોકરીઓને જોવા અમુક લોકો ઊભા થઈ ગયા હતા. અકસ્માતનો પણ ભય જણાતો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. છોકરીઓ શા માટે ઝગડી તે જાણી શકાયું ન હતું.



