ગુજરાતના 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ: ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય…
અમદાવાદઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકાએક 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી હતી. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યોની સુરક્ષા પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ તેની 3 અને 6 મહિને ગૃહ વિભાગ અને પોલીસ અને આઈબીના અધિકારીઓ આ સમીક્ષા કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : Gujaratના માછીમારો 26 ડિસેમ્બરે આ મુદ્દે નોંધાવશે ઉગ્ર વિરોધ, દરિયાકાંઠાના ગામો સંપૂર્ણપણે બંધ પાળશે
20 ધારાસભ્યની સુરક્ષા પરત ખેંચાઇ
જો કે કયા ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચાઈ તેમના નામ અંગે કોઈ માહિતી મળી શકી નથી. સરકારે એક રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ડીજીપી અને આઈબી સહિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં 20 ધારાસભ્યની સાથે અન્ય વીઆઈપી લોકોને અપાયેલી સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સરકારી કચેરીમાં ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે, ગુજરાત સરકારનું આ પોર્ટલ છે ઉપયોગી
કેટલાક વીઆઇપીની પણ સુરક્ષા
જાણવા મળ્યા મુજબ આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમીક્ષાના અંતે રાજ્યના કેટલાક ધારાસભ્યો તેમજ અન્ય વીઆઇપી મહેમાનોને મળતી સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે 20 જેટલા ધારાસભ્યોને હવે કોઈપણ પ્રકારની સિક્યુરિટી મળશે નહીં. આ ઉપરાંત કેટલાક વીઆઇપીને પણ તેનો લાભ મળશે નહીં.