Ahmedabadમાં કાળઝાળ ગરમી, હાઈ ગ્રેડ ફિવર અને ડિહાઈડ્રેશનના કેસોમાં થયો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં તીવ્ર ગરમીના કારણે હાઈ ગ્રેડ ફિવર અને ડિહાઈડ્રેશનના 62 કેસ નોંધાયા છે. 108ને મળેલા કોલ્સના આંકડા અનુસાર ખાનગી ક્લિનિકમાં આવતા દર્દીઓમાં દર 10માંથી 2માં માથાનો દુઃખાવો અને ગભરામણની સમસ્યા જોવા મળી છે.
108 ઈએમઆરઆઈના આંકડા મુજબ 10મીથી 12મી માર્ચ દરમિયાન નોંધાયેલા 62 કેસોમાંથી 60 હાઈગ્રેડ ફિવરના હતા. 10મી માર્ચે 17 હાઈગ્રેડ ફિવર અને 1 ડિહાઈડ્રેશનનો કેસ નોંધાયો, 11મી માર્ચે 19 હાઈગ્રેડ ફિવર અને 12મી માર્ચે 24 હાઈગ્રેડ ફિવર અને 1 ડિહાઈડ્રેશનનો કેસ નોંધાયો હતો.
આ પણ વાંચો…ગુજરાતભરમાં ધૂળેટીએ મંદિરોમા ભક્તોની લાઈનો લાગી, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે ઉજવણી
એમડી ફિઝિશિયનના મત મુજબ તાપમાનમાં અચાનક આવેલા ઉછાળાને કારણે બેચેની, પેટમાં દુ:ખાવો, ગભરામણની ફરિયાદો સાથેના કેસ વધ્યા છે. સામાન્યપણે ખાનગી ક્લિનિકમાં આવતાં રોજના સરેરાશ કેસની સરખામણીએ છેલ્લા ત્રણ દિવસમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ગરમીમાં કોઈ રક્ષણ વગર બહાર ફરતા લોકોને લૂ લાગવાના લક્ષણો દેખાતા હતા. તેમણે આવી સિઝનમાં વધારે પ્રમાણમાં પ્રવાહી લેવા અને તડકામાં રહેવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે.