અમદાવાદ

અમદાવાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન ઊંધી વળી ગઈ, વાલીઓના જીવ તાળવે ચોંટ્યા…

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબ પાસે એક સ્કૂલ વાન પલટી ગઈ હતી. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન પલટી ખાઈ જતાં વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્કૂલ વાન ઉંધી વળી જતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાળકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

કેવી રીતે બની ઘટના
મળતી વિગત પ્રમાણે, ડ્રાઈવરની બેદરકારીના કારણે સ્કૂલ વાન પલટી ગઈ હતી. અમદાવાદના છારોડી પાસેથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનને પાછળથી આવતી એક કારે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે વાનમાં સવાર કોઈ પણ બાળકને ગંભીર ઈજા થઈ નહોતી. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી હતી..

સ્થાનિકોએ શું કહ્યું
બનાવ બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકોને વાનમાંથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ વાલીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોના કહેવા પ્રમાણે જો સ્પીડ વધારે હોત તો પરિણામ ગંભીર આવી શક્યું હોત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button