અમદાવાદ

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ થયું જાહેર

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ શાનદાર દેખાવ કરી શકે તે માટે ફૂલપ્રુફ સાથે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ જાહેર થયું છે. રાહુલ ગાંધી ગુરુવાર, 6 માર્ચ, 2025ના રોજ એર ઈન્ડિયાની ફલાઇટમાં દિલ્હીથી મુંબઈ આવશે, મુંબઈમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યાંથી બીજા દિવસે સવારે ગુજરાત આવશે.

8 માર્ચનું શિડ્યૂલ
10.30 થી 12.30 સુધી પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન સ્થાનિક કાર્યકર્તાઓ અને પૂર્વ ઉમેદવારો સાથે પણ ચર્ચા કરશે.

1.45 કલાકે એર ઈન્ડિયાની ફ્લાઈટમા અમદાવાદથી દિલ્હી રવાના થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારી
રિપોર્ટ મુજબ, 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. તેની પહેલા રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને લઈ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ હોવાનું સૂચવે છે. છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસ આ વખતે કોઈ કચાશ રાખવા માંગતી નથી.

આ પણ વાંચો…અકસ્માતની બે ઘટનામાં 9 લોકોના મૃત્યુ, એક જ પરિવારના છ લોકોએ ગુમાવ્યો જીવ

છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કવો રહ્યો દેખાવ
રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા વોટમાં ભાગલા પડ્યા હતા. 2017માં કોંગ્રેસે 77 સીટ જીતીને ભાજપને બરાબરની ટક્કર આપી હતી. ભાજપને 99 સીટ મળી હતી. જ્યારે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠક જ મળી હતી. આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. જ્યારે ભાજપે રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી. ગુજરાતમાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી એક પણ સીટ જીતી શક્યું નહોતું. જ્યારે 2024માં એક સીટ પર વિજેતા બન્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button