સરદાર સરોવર નર્મદા ડેમ 82 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 58 રોડ રસ્તા બંધ

અમદાવાદઃ ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી હતી. સ્ટેટ મોનિટરિંગ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, સરદાર સરોવર નર્મદા ડેમ 82.15 ટકા ભરાયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 67 ટકાથી વધુ ભરાયા હતા.
હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં પહેલી જૂનથી 31 જુલાઈ સુધી ગત વર્ષની સરખામણીએ 27 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 5 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી હતી. ગુજરાતમાં પંયાયત હસ્તકના 52 સહિત કુલ 58 રોડ રસ્તા બંધ છે.
આપણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમ 70% ભરાયો, આજે ડેમના 5 ગેટ ખોલવામાં આવે તેવી શક્યતા…
28 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સાંજે છ વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જોકે એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો નહોતો. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 0.51 ઇંચ, ખેરગામમાં 0.39 ઇંચ, કુકરમુંડાાં 0.31 ઇંચ, દાંતામાં 0.28 ઇંચ વરસાદ પડ્યો હતો.
35 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા
રાજ્યમાં હાલ 30 ડેમ 100 ટકા ભરાયેલા છે અને 52 ડેમ હાઈ એલર્ટ છે. રાજ્યમાં 66 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે, જ્યારે 37 ડેમ 50થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. 38 ડેમ 25 થી 25 ટકા ભરાયેલા છે અને 35 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 23 ડેમ એલર્ટ અને 21 ડેમ વોર્નિંગ પર છે.