અમદાવાદ

કાલુપુર રિડેવલપમેન્ટઃ બીજી જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે સારંગપુર બ્રિજ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદ: હાલ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત હવે સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આથી આગામી 2 જાન્યુઆરીથી આ કામગીરી હાથ ધરવામાં આવશે જેના પગલે આ બ્રિજ દોઢ વર્ષ સુધી બંધ રહેશે.

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત સારંગપુર બ્રિજને તોડી પાડવામાં આવશે. આથી આ બ્રિજને 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. જે 30 જૂન 2026 એટલે કે દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો કાલુપુર ઓવરબ્રિજ અને અનુપમ – ખોખરા ઓવરબ્રિજ પરથી અવરજવર કરી શકશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ
ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઈ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો : 1 જાન્યુઆરી 2025થી અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોના બદલાશે સમય, જુઓ લિસ્ટ

ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.

રખિયાલ-ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યૂ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરિયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button