અમદાવાદ

હવે સાબરમતીનો વિકાસ અમદાવાદ મનપાને બદલે ગુજરાત સરકાર કરે તેવી સંભાવના

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
અમદાવાદ શહેરની ઓળખાણ સમાન અને અમદાવાદનું સૌથી વધુ આકષર્ણનું કેન્દ્ર એવું સાબરમતી રિવરફ્રન્ટનો કારભાર મહાનગરપાલિકા પાસેથી રાજ્ય સરકાર પાસે જાય તેવી સંભાવના છે. એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડનો કારભાર પોતાને હસ્તક લેશે. રિવરફ્રન્ટનો ત્રીજો ફેસ ગાંધીનગર સુધી વિસ્તારવાની વિચારણા છે, આથી સરકાર સમગ્ર સંચાલન પોતાને હસ્તક લે તેવી સંભાવના છે, તેમ અહેવાલો જણાવે છે.

હાલમાં, રિવરફ્રન્ટનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નિવૃત્ત આઈએએસ અધિકારીની આગેવાનીમાં 10 સભ્યનું બોર્ડ કરે છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

જો રાજ્ય સરકાર હાથમાં લેશે તો પાલિકાના ચૂંટાયેલા સભ્યો બોર્ડમાં નહીં રહે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
મનપા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને સેંકડો કરોડ રૂપિયાની લોન આપે છે. આ ભંડોળનો ઉપયોગ ફેઝ 1, ફેઝ 2, સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને તેના સંચાલન અને જાળવણી ખર્ચ માટે કરવામાં આવ્યો છે. 31 માર્ચ, 2025 સુધીમાં, અત્યાર સુધીમાં ખર્ચ રૂ. 2,128 કરોડ સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો

વર્ષ 2004માં મનપાએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની શરૂઆત કરી હતી અને ફેસ વનમાં વિવિધ સવલતો સાથે રિવરફ્રન્ટ 2011માં ખુલ્લુ મૂક્યું હતું. ફેસ-2 હાલમાં થઈ રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 800 કરોડ છે અને ફેસ-3માં રૂ. 1000 કરોડનો ખર્ચ થાય તેમ છે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.

રાજ્ય સરકાર આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ પ્રોજેક્ટ હસ્તગત કરે તેવી શક્યતાઓ ફેસ-3ને લીધે ઉદ્ભવી છે. રિવરફ્રન્ટને હવે ગાંધીનગર સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે, જેથી પ્રોજેક્ટ મોટો થશે આ સાથે અમદાવાદ મનપાની હદ બહાર જતો હોવાથી વહીવટી જટિલતાઓ પણ ઊભી થઈ શકે છે.

જોકે આ મામલે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button