અમદાવાદહેલ્થ

ગુજરાતના યુવાનોમાં કરોડરજ્જુનું જોખમ વધ્યું! સ્ક્રીન ટાઇમ અને ખોટી કસરતથી દર્દીઓમાં ૪૦% નો ઉછાળો

અમદાવાદ: આજની પેઢીની સામે બદલાતી જતી લાઇફ સ્ટાઈલ, કામ કરવાની રીત, શારીરિક શ્રમનો અભાવ વગેરે બાબતોથી અનેક નવી સમસ્યાઓ પેદા થઈ છે. તાજેતરમાં જ ‘વર્લ્ડ સ્પાઇન ડે’ એટલે કે ‘વિશ્વ કરોડરજ્જુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

ત્યારે આજના સમયમાં સ્પાઇન અથવા પીઠને અસર કરતી અનેક સમસ્યાઓ આપણી સામે આવી છે. નિષ્ણાતોના મતે, હવે યુવાનો ખાસ કરીને ૨૦ થી ૪૦ વર્ષની વયજૂથમાં સ્ક્રીન ટાઇમ અને બેઠાડુ જીવનશૈલીને કારણે કરોડરજ્જુની ગંભીર ફરિયાદો સાથે ડૉક્ટર પાસે આવી રહ્યા છે.

આ અંગે વાત કરતાં એક વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટે કહ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ૨૦ થી ૪૦ વર્ષના દર્દીઓમાં ૪૦% જેટલો વધારો નોંધાયો છે, જે ચિંતાનો વિષય છે. તેમણે એક યુવાનનું ઉદાહરણ આપી કહ્યું હતું કે, બાઇકના ખરાબ સસ્પેન્શન અને ખરાબ રસ્તાઓને કારણે તેમને પીઠનો ગંભીર દુખાવો થયો હતો, જેને તેઓ અવગણી રહ્યા હતા અને તેના કારણે સ્થિતિ વણસી ગઈ. એક દિવસ તેમને ખબર પડી કે તેઓ ઊભા પણ નથી થઈ શકતા.

ત્યારબાદ ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવતા ડૉકટરે તપાસ બાદ જણાવ્યું હતું કે તેમની નીચલા પીઠમાં બે સ્પાઇનલ ડિસ્ક ડિસલોકેટ થઈ ગઈ છે, જેના કારણે ટેમને દોઢેક મહિના સુધી પથારીવશ રહેવું પડ્યું હતું.

આ અંગે વાત કરતાં ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું હતું કે, પીઠનો દુખાવો સામાન્ય લક્ષણ હોવા છતાં, હાલમાં સ્ક્રીન ટાઇમ અને અયોગ્ય કાર્યપદ્ધતિ સંબંધિત સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે. ઘણા દર્દીઓ છ થી સાત કલાક સ્ક્રીન સામે વિતાવે છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે, જેનાથી કરોડરજ્જુ પર તાણ વધે છે.

તે ઉપરાંત યુવા વર્ગમાં નિરીક્ષણ વિનાની કસરત એક મોટો મુદ્દો બની રહી છે. યુવાનો ઘણીવાર સોશિયલ મીડિયા પરના ઇન્ફ્લુએન્સર્સને ફોલો કરીને ખોટી રીતે કસરતોનું અનુકરણ કરે છે.

એક એવો જ બનાવ સામે આવ્યો હતો કે જેમાં એક યુવકે ખોટી રીતે ડેડલિફ્ટિંગ શરૂ કર્યું, જેનાથી માત્ર તેની પીઠ જ નહીં, પણ તેના મૂત્રાશય અને આંતરડાની કામગીરી પર પણ ગંભીર અસર થઈ છે. નિષ્ણાતોના મતે, કરોડ રજ્જુને સુરક્ષિત રાખવા માટે માત્ર સારવાર પૂરતી નથી, પરંતુ સ્ક્રીન ટાઇમ અને બેઠાડુ જીવનશૈલીમાં ફેરફાર કરવો લાંબા ગાળાનો ઉકેલ છે.

આ પણ વાંચો…ભોજન પછી વધતા બ્લડ શુગરને કાબૂમાં રાખવાના 5 અસરકારક ઉપાયો જાણો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button