નવી બાલવાટિકાની એક મહિનામાં બે લાખ લોકોએ લીધી મુલાકાત, મનપાએ કરી કમાણી

અમદાવાદઃ કાંકરિયા તળાવ ખાતે રિનોવેટ થયેલી બાલવાટિકા ફન કાર્નિવલ બાળકો અને તેમની સાથે માતા-પિતાને આકર્ષવામાં સફળ થયું છે. ફક્ત ઓક્ટોબરમાં જ લગભગ 2.75 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાને સારી આવક પણ થઈ હતી.
વર્ષો જૂનો કાંકરિયાની ઓળખસમો બાલવાટિકા ચિલ્ડ્રન્સ પાર્ક તાજેતરમાં પીપીપી મોડેલ હેઠળ રિનોવેટ થયો હતો, જેમાં ઘણા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. આ પાર્કની મુલાકાત એક મહિનાના 28 વર્કિંગ ડેઝમાં કુલ, 2,74,849 મુલાકાતીઓએ લીધી હતી એટલે કે રોજના 9,816 જણ પાર્કમાં આવ્યા હતા.
દિવાળી પછીના સમયગાળા દરમિયાન 21 થી 26 ઓક્ટોબર દરમિયાન દૈનિક મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી હતી, ત્યારબાદ આગામી છ દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા 20,000 ને વટાવી ગઈ હતી. ૨૫ ઓક્ટોબર, શનિવારનો દિવસ હતો, જ્યારે ૩૨,૩૬૭ લોકો અહીં આવ્યા હતા.
આ મુલાકાતીઓએ પાલિકાને કુલ રૂ. ૮૪.૫૧ લાખની કમાણી કરાવી છે, જેમાંથી અમુક રકમ ભાડાપેટે પણ પાલિકાને મળી હતી.
દરમિયાન, કાંકરિયા લેકફ્રન્ટમાં ૬.૫૨ લાખ લોકો આવ્યા હતા, જેણે રૂ. ૫૯.૯૬ લાખની થઈ કિડ્સ સિટીમાં ૫,૨૭૭ મુલાકાતીઓ આવ્યા હતા, જેણે રૂ. ૩.૭૯ લાખ, જ્યારે લેકફ્રન્ટ ટ્રેનમાં ૬૧,૩૦૫ મુસાફરોએ સફર કરી રૂ. ૧૫.૦૮ લાખની આવક પાલિકાને કરાવી હતી.
આપણ વાંચો: ગુજરાતના પિતા-પુત્રીની જોડી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ



