ગુજરાત માટે લાલબત્તી: સ્તન કેન્સરથી મૃત્યુદરમાં 25 ટકાનો વધારો! | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાત માટે લાલબત્તી: સ્તન કેન્સરથી મૃત્યુદરમાં 25 ટકાનો વધારો!

અમદાવાદઃ દેશમાં દર ચાર મિનિટે એક મહિલાનું સ્તન કેન્સરની મૃત્યુ થાય છે. રિપોર્ટ મુજબ 30 થી 69 વર્ષની વયની માત્ર 1.6 ટકા મહિલાઓ ભાગ્યે જ સ્ક્રીનિંગ કરાવે છે. સૂત્રો મુજબ ભારતમાં સ્તન કેન્સરના કેસો 2019 થી 2023 દરમિયાન 11 ટકા વધ્યા હતા, ત્યારે ગુજરાતમાં મૃત્યુદર 25 ટકા જેટલો ઊંચો ગયો હતો. આ વધારો મુખ્યત્વે દર્દીઓ ખૂબ મોડેથી તબીબી મદદ લેવા આવતા હોવાથી થયો હતો.

સ્તન કેન્સર વધવા પાછળ શું છે કારણ

સૂત્રોએ જણાવ્યું, જે મહિલાઓ તેમની 20 વર્ષની શરૂઆતથી જ નિયમિત સ્તનની તપાસ કરાવે છે, તેઓ કેન્સરને ‘સ્ટેજ ઝીરો’ માં પકડી શકે છે, જેનાથી તેમને 100 ટકા સર્વાઇવલ રેટ મળે છે. આ ઉપરાંત મહિલાઓ સ્તનની સ્વ-તપાસ દ્વારા પણ પ્રારંભિક ચિહ્નો ઓળખી શકે છે. મોડા લગ્ન, ગર્ભાવસ્થા ન હોવી અને સ્તનપાન ટાળવું સ્તન કેન્સરના જોખમમાં વધારો કરે છે. તેમ છતાં, 30 ટકા સ્તન કેન્સરના કેસોને વજન નિયંત્રણ, ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળવા અને નિયમિત કસરત દ્વારા અટકાવી શકાય છે. વહેલા સ્ક્રીનિંગ માટેના મોગ્રાફી ટેસ્ટ રેડિયોલોજિસ્ટની દેખરેખ હેઠળ જ કરાવવા જોઈએ.

સૂત્રોએ કહ્યું કે, સ્ટેજ ઝીરો સ્તન કેન્સર, જેને ડક્ટલ કાર્સિનોમા ઇન સીટુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌથી વહેલું, સૌથી વધુ સારવાર કરી શકાય તેવું સ્વરૂપ છે. તેમાં સ્તનની દૂધની નળીઓમાં અસામાન્ય, બિન-આક્રમક કોષો સમાવિષ્ટ હોય છે. ડૉકટરો મુજબ જો આ સ્ટેજની સારવાર ન કરવામાં આવે તો તે આક્રમક બની શકે છે. જ્યારે સ્ટેજ ઝીરો સ્તન કેન્સર વહેલું પકડાય છે, ત્યારે તેનો પ્રભાવશાળી સર્વાઇવલ રેટ 99 થી 100 ટકા હોય છે.

આપણ વાંચો:  આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા, જાણો શું છે કારણ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button