ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારોનું ઉગ્ર આંદોલનઃ 24,700 શિક્ષકની ભરતી કરવાની સરકારની જાહેરાત

અમદાવાદઃ હાલ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન છેડ્યું છે. ઉમેદવારોએ આંદોલન શરૂ કરતાં શિક્ષણ પ્રધાન પ્રફૂલ્લ પાનશેરિયાએ શિક્ષકોની ભરતી મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે. સરકારે બાંહેધરી આપી છે તે પ્રમાણે ભરતી થશે. આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે. સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરાઈ છે તે તમામ જગ્યા પર ચોક્કસ ભરતી કરાશે.
ટેટ પાસ ઉમેદવારોનું આંદોલન
રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી શિક્ષકોની ભરતી મુદ્દે પોકળ વચનો આપતા સોમવારે ટેટ પાસે ઉમેદવારો ગાંધીનગરમાં ધરણાં પર બેઠા હતાં. ઉમેદવારોના ઉગ્ર વિરોધને પગલે શિક્ષણપ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ આશ્વાસ વચના આપતા જણાવ્યું કે કોઈની દોરવણીમા આવીને ઉમેદવારોએ આંદોલન ન કરવા જોઈએ. શિક્ષકોની ઘટ હતી અને તે પૂર્ણ કરવા સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો : અમદાવાદના આ શિવમંદિરોઃ શ્રદ્ધા સાથે ભવ્ય ઈતિહાસ પણ ધરબાયેલો છે અહીં
24700 શિક્ષકોની ભરતી કરાશે
તેમણે ઉમેર્યું હતું કે, આ જાહેરાત મુજબ જ 24700 શિક્ષકોની ભરતી કરાશે. રાજ્ય સરકાર પોતાના વાયદા મુજબ કામગીરી કરી રહી છે. એ જરૂર છે કે અમુક કારણોસર ભરતી પ્રક્રિયામા વિલંબ થયો છે. આચારસંહિતાના કારણે પણ મોડું થયું છે. સરકાર દ્વારા આ ભરતી પ્રક્રિયા શરૂ કરવા સત્તાવાર કામગીરી શરૂ કરી દેવાઈ છે.