બાપુનગર જતાં પહેલા વાંચી લેજો આ સમાચાર: 'નમોત્સવ'ને કારણે આ રસ્તાઓ પર અવરજવર બંધ | મુંબઈ સમાચાર
અમદાવાદ

બાપુનગર જતાં પહેલા વાંચી લેજો આ સમાચાર: ‘નમોત્સવ’ને કારણે આ રસ્તાઓ પર અવરજવર બંધ

અમદાવાદ: શહેરમાં આગામી 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલા સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત પ્રધાન મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે અને વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે.

પ્રતિબંધિત માર્ગ અને સમય

‘નમોત્સવ’ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં વાહનો અને હેવી મશીનરીનો ઉપયોગ થવાનો હોવાથી, ટ્રાફિકનું સંચાલન સરળ બને તે હેતુથી બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ.સ્કૂલ ત્રણ રસ્તા) સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ બપોરે 14:00 કલાકથી 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગતો

વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે ટ્રાફિક પોલીસે અન્ય વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે. વાહનચાલકો સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલ થઈને રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે, પ્રકાશ પેટ્રોલ પંપથી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈને એસ.બી.આઈ. બેંક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે, તેમજ લા.બ.શા. સ્ટેડિયમથી હરદાસનગર ચાર રસ્તા (લીમડા ચોક) થઈને ડાબી બાજુ રખિયાલ મચ્છી માર્કેટ તરફ જઈ શકાશે. જો કે કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પર રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં પસાર થતા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

આપણ વાંચો:  અમદાવાદમાં સર્જાય મોટી દુર્ઘટના: નવા વાડજમાં AMTS ડેપોની જર્જરિત દીવાલ યુવક માટે કાળ બની…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button