હવે મહિલાઓને રેપિડો સર્વિસ લેતા જરા પણ ખચકાટ નહીં થાય કારણ કે…

અમદાવાદઃ મોટા શહેરોમાં પણ એવા ઘણા પરિવાર છે જેમને તેમના ઘરની મહિલા અજાણ્યા પુરુષ સાથે બાઈક પર બેસી ક્યાંક જાય તો યોગ્ય લાગતું નથી. તેઓ સંપૂર્ણપણે ખોટા પણ નથી કારણ કે ઘરની મહિલાની સુરક્ષાનો સવાલ છે, પરંતુ હવે આ પરિવારોએ પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તમારી દીકરી, વહુ કે માતાને લેવા માટે જો તમે રેપિડો બુક કરાવશો તો બાઈક લઈને તમારા ઘરે મહિલા જ આવશે. દેશમાં ટ્રાન્સપોર્ટ સર્વિસ આપનારી ત્રીજા નંબરની ઑનલાઈન કંપની રેપિડો હવે પિક બાઈકટેક્સી શરૂ કરશે જે મહિલાઓ જ ચલાવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 9 વર્ષમાં BRTSને કેટલી લોન આપી? RTI માં થયો ચોંકાવનારો ખુલાસો
કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ લગભગ 25,000 જેટલી પિંક બાઈક શરૂ કરવાના છે. આ બાઈક મહિલાઓ જ ચલાવશે. આમ થવાથી મહિલાઓ માટે નોકરીની તકો પણ ઊભી થશે અને ઘણીવાર કેબ ડ્રાયવર દ્વારા થતી પરેશાનીનો ભોગ ગ્રાહક મહિલાએ નહીં બનવું પડે.
આ સેવા શરૂ થવામાં થોડો સમય લાગશે અને સૌ પ્રથમ બેંગલુરુથી આ સેવા શરૂ કરવા મળશે.
ઑનલાઈન કેબ-ટેક્સી સેવા આપતી કંપનીઓને ઘણીવાર તેમના ડ્રાયવરની ગેરવર્તણૂકને લીધે કાનૂની કાર્યવાહીનો સામનો પણ કરવો પડે છે. બીજી બાજુ ઘણીવાર ડ્રાયવરને પણ ખરાબ અનુભવ થાય છે. જોકે તેમ છતાં મૉડ ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે સૌથી વધારે આ પ્રકારની સેવાઓની બોલબાલા છે.