અમદાવાદ

કેસમાં સજા થવાની ચિંતામાં હતા રાજુભાઈ! જેલવાસના સાથીએ જ કર્યા પ્રહાર

અમદાવાદ: આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજૂ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ચકચાર મચી ગઈ હતી. આમ આદમી પાર્ટી છેડો ફાડવાના મુદ્દે રાજૂ કરપડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપો કર્યા હતા. ત્યારે રાજૂ કરપડાના આરોપઓની તેમના જેલવાસના સાથી એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામેન પ્રતિક્રિયા આપી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે રાજુ કરપડાના રાજીનામા પાછળનું સચોટ કારણ જણાવતા કહ્યું હતું કે, ‘જેલવાસ દરમિયાન રાજૂભાઈ તેના પરના જૂના કેસોને લઈને સતત ચિંતામાં હતા.

આપણ વાચો: “રાજૂ કરપડાએ જેલની બીકે ભાજપની સ્ક્રિપ્ટ વાંચી, અમે મર્દ માણસ ધારેલા….: ઇટાલિયાનો પલટવાર

એક કેસમાં સુરેન્દ્રનગર કોર્ટે તેઓને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ બંને કેસોમાં તેમને સજા થવાની બાબતે તેમજ ચૂંટણી નહિ લડી શકવાની બાબતે તેઓ ચિંતામાં હતા. આ બંને કેસ મુદે ભાજપના દબાણને કારણે તેમજ જેલમાં ન જવું પડે તે માટે રાજીનામું આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં કોઈ પાર્ટીમાં જોડાશે, જો તેઓ ભાજપમાં જોડાશે તો એ વાત સ્પષ્ટ છે કે ભાજપે પ્રેસર ટેકનિક વાપરીને રાજૂ કરપડાનું રાજીનામું અપાવ્યું છે. તે સિવાય તેમણે જેલવાસ દરમિયાન રાજૂ કરપડાને ભાજપ વતી કોઈ મળવા આવ્યું હોવાના પણ અહેવાલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button