અમદાવાદ

રાજકોટના હીરાસર એરપોર્ટ સાથે કનેક્ટિવિટી માટે ટ્રમ્પેટ સેટ બ્રિજ આવતા વર્ષે તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
રાજકોટના હીરાસર ઈન્ટરનશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી વધારવા માટે રૂ. 52 કરોડના આધારે ટ્રમ્પેટ સેટ બ્રિજ આવતા વર્ષના એપ્રિલ મહિનામાં પૂરો થઈ જશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ઓવર અને અન્ડ બ્રિજ સાથેની આ સુવિધા શહેરનો ટ્રાફિક ઘટાડશે અને સાથે ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે અકસ્માતો પણ ટાળી શકાશે.

એન્જિનિયરિંગની દૃષ્ટિએ પડકારરૂપ

આ બ્રિજ અંગે મળતી માહિતી અનુસાર કુલ 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ એરપોર્ટથી રાજકોટ, અમદાવાદ, મોરબી અને જીવાપર તરફ જવાનું સરળ બનાવશે. આ બ્રિજની આસપાસ સુંદર બગીચો બનાવવામાં આવશે અને તેને આકર્ષક બનાવી રાજકોટના પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવશે.

આપણ વાચો: દહેજ કનેક્ટિવિટીને વેગ: આમોદ-રોઝા-ટંકારીયા-મુલેર માર્ગ ફોરલેન બનતા એક્સપ્રેસવેનો ટ્રાફિક ભારણ ઘટશે!

રાજકોટથી એરપોર્ટ લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે, આ રોડ સીધો એરપોર્ટ તરફ જશે. જ્યારે તેનો બીજો ભાગ એરપોર્ટથી અમદાવાદ, મોરબી તરફ જશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ટ્રમ્પેટ સેટ બ્રિજ પરથી અલગ અલગ રસ્તાઓ જતા હોય છે. એન્જિનિયરિંગની દૃષ્ટિએ આ બ્રિજ પડકારરૂપ હોય છે. રાજકોટમાં બ્રિજનું કામ પૂર્ણ થતાં સુવિધાઓ સાથે શહેરને એક સુંદર પ્રવેશદ્વાર પણ મળશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button