રાજકોટના નવા રિંગરોડ પણ નિર્માણાધિન બ્રિજનો સ્બેલ તૂટ્યો

અમદાવાદઃ રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક પાસે નિર્માણાધિન એક બ્રિજનો સ્લેબ તૂટી પડતા ફરી વિવાદ સર્જાયો હતો. જોકે આ મામલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ એવો જવાબ આપ્યો હતો કે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબનો ભાગ બેસી ગયો હતો અને તેથી કામ બંધ કરવાની સૂચના આપી સ્લેબનો ભાગ તોડી પાડવા જણાવવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નવા 150 ફૂટ રિંગરોડ પર હાલ ફોરટ્રેકની કામગીરી ચાલી રહી છે. જેમાં ટીલાળા ચોક નજીક એક બેઠાપુલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે પુલનો સ્લેબ ભરતી સમયે એક ગાળો બેસી ગયો હતો.બ્રિજને તોડી કાટમાળ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે જાનહાનિ થતા અટકી છે
શહેરમાં એક બેઠાપુલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે સ્લેબ ભરતાની સાથેજ પડી ભાંગ્યો હતો. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. મનપાએ કોન્ટ્રાક્ટરને સ્લેબ તોડી કટમાળ દૂર કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર સ્લેબનું ટોટલ વજન અંદાજિત 200 ટનનું હતું, જે નમી પડ્યો હતો. મનપાના એન્જિનિયરે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી અને તકેદારીપૂર્વક કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. પુલનું કામ ફરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે, તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું.



