કરોડોના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદારોની રેલી

અમદાવાદઃ ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના કૌભાંડના કથિત આરોપી ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના સસ્પેન્શનના વિરોધમાં પાટીદાર સમાજે રેલી કાઢી હતી.
ઈડીના સંકજામાં આવેલા પટેલના સમર્થનમા પાટીદાર સમાજે અમદાવાદ જિલ્લાના માંડલમાં મોટી રેલી કાઢી તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો હતો. અહીં યોજાયેલી રેલીમાં હજારો સમર્થકો આવ્યા હતા.
આ સાથે ભાજપ અને કૉંગ્રેસના પાટીદાર આગેવાનો પણ એક મંચ પર આવ્યા હતા. રેલીમાં એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ગુજરાતી અધિકારીઓને વિશેષ નિશાન બનાવવામાં આવ્યા છે.
આપણ વાચો: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં થઈ કાર્યવાહી…
રાજેન્દ્ર પટેલને પદ્ધતિસર આખા ષડયંત્રનો ભોગ બનાવવામાં આવે છે. આ રેલીમાં ગીતા પટેલ, મનોજ પનારા, વરૂણ પટેલ સહિતના રાજકીય ચહેરાઓ પણ હતા અને તેમને રાજેન્દ્ર પટેલ માટે ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું.
બીજી બાજુ ઈડીએ આ કેસમાં સઘન તપાસ શરૂ કરી છે, જેમાં તપાસ દરમિયાન અન્ય આરોપી ચંદ્રસિંહ મોરી અને જયરાજસિંહ ઝાલા દ્વારા આખા એક ભ્રષ્ટાચારના રેકેટ વિશે પાનાઓ ખુલી રહ્યાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
જમીનને નોન એગ્રીકલ્ચર કરવાની પ્રક્રિયામાં લાંચ લેવાના આક્ષેપો આ અધિકારીઓ પર છે. પહેલા નાયબ મામલતદાર અને ત્યારબાદ અન્યની ધરપકડ ઈડીએ કરી હતી. પટેલને સાત જાન્યુઆરી સુધીની કસ્ટડી કોર્ટે આપી હતી.



