અમદાવાદ

ક્ષત્રિય મહાસંમેલનમાં રાજ શેખાવતે સરકારને પડકાર ફેંક્યો; વિધાનસભા તરફ કૂચ કરવાની ચિમકી આપી…

અમદાવાદઃ ગુજરાતમાં ક્ષત્રિયોએ ફરી એક વખત શક્તિ પ્રદર્શન કર્યું હતું, અમદાવાદના કુંજાડ ગામ નજીક ખોડિયાર ફાર્મમાં ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, મહાસંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર, ખાંટ, વાઘેર, પાલવી, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ગીરના સાવજ હવે મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળશે…

અધ્યક્ષ રાજ શેખાવતે દાવો કર્યો હતો કે ભાજપમના નેતાઓ દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, કેસરિયા પાઘડી પર પ્રહાર, આગેવાનોના વ્યાપાર પર થયેલા હુમલા તથા રાજનૈતિક ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા સંદર્ભે જવાબ આપવા આ સંમેલન બોલાવવાનમાં આવ્યું હતું.

આ આગેવાનો રહ્યા હાજર:

ક્ષત્રિય સંમેલનમાં આવેલા તમામ લોકો પર રાજ શેખાવતે ગુલાબની પાંખડીઓનો વરસાદ કર્યો હતો. સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા, મહિલા આગેવાન પદ્મિનીબા વાળા આ મહાસંમેલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. હિંદુવાદી નેતા એવા હિન્દુ સનાતન સંઘના ઉપદેશ રાણા પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

શેખાવત સરકારને ચેતવણી આપી:

મહાસંમેલનના મંચ પરથી રાજ શેખાવતે ચેતવણી આપતાં કહ્યું હતું કે, પોલીસ પ્રસાશન કાન ખોલીને સાંભળી લો અમને મજબૂર ના કરો, નહીં તો અહીંથી વિધાનસભા તરફ કૂચ કરી દઈશું. અમને મજબૂર ના કરો, નહીં તો મુખ્યપ્રધાનના ઘરમાં ઘૂસી જઈશું. પોલીસ તંત્ર કાન ખોલીને સાંભળી લે.

રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે એક થયા છીએ. પાઘડીનું અપમાન થયું હતું જેના બદલો લેવા માટે ભેગા થયા છીએ. મારી કંપનીનું લાઇસન્સ પણ રદ કરી દેવાયું હતું. સામાજીક આગેવાન લડે છે તો તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે. આજે સમસ્ત ક્ષત્રિય સમાજ એક થયો છે. તમારે મોટી સંખ્યામાં વિધાનસભ્યના ઘરમાં ઘૂસી જવાનું છે. સાંસદના ઘરમાં ઘૂસી આક્રમકતા બતાવવાની છે. જેથી આ બધા ગાંધીનગર અને દિલ્હી ફોન કરશે.

આ પણ વાંચો : અમદાવાદ પાર્સલ બ્લાસ્ટના આરોપીની પૂછપરછમાં શું થયો ચોંકાવનારો ખુલાસો?

મારો સમાજ ક્ષત્રિયોના નામે કેમ એક ના થાય? ભાજપના નેતાની ટિકિટ રદ કરવાની હતી તો પાટીદાર એક હતા. પાટીદારે એક્તાનો લાભ લીધો તો આપણે ક્ષત્રિયો એક કેમ થયા નહીં. તમામ ક્ષત્રિયો આજે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. હું તમામને દંડવત કરી અને પાઘડીને ઝૂકાવું છું. પાઘડીનું સન્માન રાખી અને એક થાઓ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button