અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટોઃ પૂર્વ અમદાવાદમાં હળવો વરસાદ

Latest Ahmedabad News: અમદાવાદના વાતાવરણમાં ભરશિયાળે પલટો આવ્યો હતો. અમદાવાદ પૂર્વમાં ખાસ કરીને મણિનગર, વટવા, ઈસનપુર સહિતના પૂર્વના કેટલાક વિસ્તારમાં ક-મોસમી વરસાદી ઝાપટા પડવાને કારણે શહેરમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો છે. માવઠાના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. અચાનક વરસાદી ઝાપટું પડતાં લોકો સલામત જગ્યા શોધીને ઉભા રહી ગયા હતા, જ્યારે અમુક લોકોએ ભીંજાવાની મજા માણી હતી. વરસાદી ઝાપટાંના કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. હવામાન વિભાગ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ (unseasonal rain) પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પવનની ગતિ પણ વધુ રહેશે. જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે, ત્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીનો ગડગડાટ પણ થશે.

ગુજરાતમાં 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જેમાં શુક્વારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદના દિવ્યાંગ ઓમે ગુજરાતનું નામ રોશન કર્યું, રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો

આગામી બે દિવસ ક્યાં પડી શકે વરસાદ?
27 ડિસેમ્બરે ક્યાં ક્યાં છે વરસાદની આગાહીઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાર, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ

28 ડિસેમ્બરે ક્યાં થઈ શકે છે માવઠુઃ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button