ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 62 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ
રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર આજે ધીમું પડ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ગુજરાતમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 62 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 5.87 વરસાદ નોંધાયો હતો.
ઉમરપાડામાં 5.83 ઈંચ, કુકરમુંડામાં 4.37 ઈંચ, ડેડીયાપાડામાં 4.21 ઈંચ, લુણાવાડામાં 3.82 ઈંચ, વ્યારામાં 3.58 ઈંચ, વઘઈમાં 2.91 ઈંચ, કાલોલમાં 2.87 ઈંચ, બોડેલીમાં 2.76 ઈંચ, જાંબુધોડામાં 2.72 ઈંચ, ફતેપુરામાં 2.36 ઈંચ, પાદરામાં 2.36 ઈંચ, સંખેડામાં 2.24 ઈંચ, જેતપુર પાવીમાં 2.2 ઈંચ, વાંસદામાં 2.09 ઈંચ, સંતરામપુરમાં 2.09 ઈંચ, નસવાજીમાં 2.05 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વાલોડમાં 1.97 ઈંચ, ઉચ્છલમાં 1.85 ઈંચ, સોનગઢમાં 1.85 ઈંચ, કડાણામાં 1.77 ઈંચ, નિર્ઝરમાં 1.73 ઈંચ, ડાંગ-આહવામાં 1.73 ઈંચ, ખંભાતમાં 1.69 ઈંચ, મોરવા હડફમાં 1.65 ઈંચ, ગોધરામાં 1.57 ઈંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. જેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગમી 5 દિવસ પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
આપણ વાંચો સૌરાષ્ટ્ર પછી કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો ક્યાં આવ્યો?
ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં સરેરાશ 20 ટકા વરસાદ વધુ વરસી ચૂક્યો છે. ગત વર્ષે રાજ્યમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ પણ 25 જૂન 2024 સુધીમાં રાજ્યમાં સરેરાશ 4.82 ટકા વરસાદ (1.67 ઈંચ) નોંધાયો હતો. તેની સામે આ વર્ષે 25 જૂન 2025 સુધીમાં રાજ્યમાં સરેરાશ 24.25 ટકા વરસાદ ( 8.42 ઈંચ) નોંધાઈ ચૂક્યો છે. ગત વર્ષની સરખામણીએ આજદિન સુધીમાં રાજ્યમાં સરેરાશ 20 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.