
અમદાવાદ: ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારની રોનક દેખાઈ રહી છે અને તહેવારોના દિવસોમાં જ રાજ્યનું હવામાન સૂકું નોંધાયું છે, પરંતુ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. રાજ્યમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી નીચે નોંધાયું છે, જેના કારણે સવાર-સાંજ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં નીચું રહ્યું, જ્યારે બાકીના ભાગોમાં સામાન્ય રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં રાતનું તાપમાન સામાન્યથી લઈને નોંધપાત્ર રીતે નીચું રહ્યું, જ્યારે ગુજરાત પ્રદેશના ભાગોમાં સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું. સુરત ખાતે 36° સે.નોંધાયું.સૌથી ઓછું લઘુત્તમ તાપમાન: નલિયા ખાતે 18° સે. નોંધાયું હતું.
ગુજરાત પ્રદેશમાં સુરત રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 36° સે. નોંધાયું હતું. તેની સામે, નલિયા સૌથી ઠંડું સ્થળ રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાનનો પારો 18° સે. સુધી પહોંચી ગયો હતો. અન્ય મુખ્ય શહેરોમાં, અમદાવાદ અને વડોદરામાં મહત્તમ તાપમાન 34° સે. અને 35° સે. તથા લઘુત્તમ તાપમાન 21° સે. નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ તાપમાન સામાન્યથી નીચે રહ્યું હતું, જેમાં ભુજ 35° સે. અને 23° સે., રાજકોટ 34° સે. અને 19° સે., અમરેલી 34° સે. અને 18° સે., મહુવા 33° સે. અને 18° સે., અને કેશોદ 34° સે. અને 18° સે.નો સમાવેશ થાય છે. એકંદરે, દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહોતો, પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી નીચું નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, લઘુત્તમ તાપમાન આગામી 24 કલાક સુધી યથાવત રહ્યા બાદ, તેમાં 2 થી 3° સે. નો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે. આજના દિવસે રાજ્યનું હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. જો કે શુક્રવારના રોજ ડાંગ, તાપી, નવસારી, વલસાડ. કેન્દ્રશાસિત પ્રદેશો: દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 18/10/2025ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. છેક 22 સપ્ટેબર એટલે કે દિવાળી અને નવા વર્ષના તહેવારના દિવસો દરમિયાન ગીર સોમનાથ, દીવ. દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં હલવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ‘અતિભારે’ વરસાદના દિવસોમાં સતત વધારો: 1971થી બદલાઈ રહી છે ચોમાસાની પેટર્ન, કારણ શું?