ગુજરાતમાં અષાઢી મહેર: ૧૦૪ તાલુકામાં વરસાદ, દાંતામાં ૩.૧૯ ઇંચ ખાબક્યો

અમદાવાદ: રાજ્યમાં મેઘરાજાએ થોડા સમયનો બ્રેક લીધા પછી ફરી આજે ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર પધરામણી કરી છે. અષાઢ મહિનામાં વરસાદે જાણે રંગ રાખ્યો છે, જેમાં મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા સાથે ભારે વરસાદ પડવાનું ચાલુ છે. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના ૧૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
આજથી શરુ થયેલા નવા રાઉન્ડમાં મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું હતું છે સૌથી વધુ વરસાદ દાંતામાં 3.૧૯ ઇંચ, ડીસામાં 0.૯૮ ઇંચ તેમ જ વડગામમાં 0.૭૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ તેમ જ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.
આપણ વાંચો: મેઘરાજાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું; ગઢડામાં 14 ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો સરેરાશ ૮% વરસાદ…
રાજ્યના ૧૦૪ તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના ૧૦૪ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 3.19 ઇંચ, ધરમપુરમાં ૧.5 ઇંચ, ભાવનગરમાં ૧.૪૨ ઇંચ, કપરાડામાં ૧.3 ઇંચ, ઘોઘામાં ૧.૨૨ ઇંચ, સિદ્ધપુરમાં ૧.૧૪ ઇંચ, ગરબાડામાં ૧.૧ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આપણ વાંચો: સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 70 તાલુકામાં મેઘમહેર
સરદાર સરોવર ડેમ અડધો ભરાયો
હાલ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 1,69,745 એમસીએફટી એટલે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૦.૮૧ ટકા જેટલો ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૫૭.૯૩ ટકા જેટલો જળસંગ્રહ છે.
રાજ્યનાં ૨૫ ડેમ સંપૂર્ણ ભરાયા
રાજ્યમાં ૪૦ ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે ૨૩ ડેમ એલર્ટ અને ૧૫ ડેમ વોર્નિંગ પર છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે ૨૫ ડેમ સંપૂર્ણ ભરાઈ ચુક્યા છે. જ્યારે રાજ્યનાં ૫૩ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૪૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૧ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૪૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છના મળીને કુલ ૩૨ ડેમ હાઈએલર્ટ પર છે.