
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) એકતરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ મેઘરાજાએ (Rain) પણ પધરામણી કરી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ગઇકાલે વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ શરૂ થયો હતો. ત્યારે રાજ્યના હવામાન વિભાગ (IMD Ahmedabad) દ્વારા આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain Forecast)
કરી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો કે કચ્છ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ આગાહી કારવામાં નથી આવી. તે ઉપરાંત આગામી ત્રણ કલાક માટે ભાવનગર, અમરેલી, વલસાડ, નવસારી, ભરૂચ અનેઆ વડોદરા જિલ્લામાં નાઉકાસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ! જાણો કયા જિલ્લામાં વરસાદની આગાહી ?