Top Newsઅમદાવાદ

હજુ પણ વરસાદ નહિ છોડે સાથ! આજે રાજ્યના આટલા જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદ:ગુજરાતમાં માવઠાની સ્થિતિને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે, ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદની પરિસ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે હળવી થઈ નથી. અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ૧.૫ કિલોમીટરની ઊંચાઈ સુધી એક ચક્રવાતી સર્ક્યુલેશન (Cyclonic Circulation) હજુ પણ સક્રિય છે. આ સિનોપ્ટિક સિચ્યુએશનના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે, જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના કેટલાક સ્થળોએ તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન સમગ્ર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, વડોદરા વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

તાપમાનમાં અસામાન્ય વધારો

વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યમાં રાત્રિના તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. રવિવારે રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર નહોતો, પરંતુ તે ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ નોંધાયું હતું. કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. અમરેલીમાં ૨૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે આ સિઝન માટે અસામાન્ય ગણી શકાય.

આ પણ વાંચો…ભાવનગરમાં ચાલુ વર્ષે વરસાદે રેકોર્ડ તોડ્યોઃ દાયકામાં પ્રથમ વખત 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button