અમદાવાદનેશનલ

અયોધ્યામાં ચાલી રહેલા આ કામને લીધે આ ટ્રેનો રદઃ જાણો વિગતો

અમદાવાદઃ એક તરફ કુંભમેળા માટે આવતા રેલવે યાત્રીઓની સુવિધા માટે દિવસરાત મહેનત કરી રહી છે તો બીજી બાજુ તેમના આ વિવિધ કામોને લીધે અમુક ટ્રેન રદ થઈ છે તો અમુકન ડાયવર્ટ કરવામાં આવી છે. કુંભમેળો ખૂબ જ મોટું આયોજન હોવાથી રેલવે કોઈ કચાશ છોડવા માગતી નથી. આ અંતગર્ત ઉત્તર રેલવેએ લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ સેક્શનમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગના કામ હાથ ધર્યા છે. આથી અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. આથી જો ઉત્તર પ્રદેશ જવાનો તમરો કોઈ પ્લાન હોય તો તમારી માટે આ જામી લેવું જરૂરી છે.

આ પણ વાંચો: Kumbh Mela 2025: ગુજરાતના કોઈ પણ ખૂણેથી કુંભમાં જવાનું વિચારતા હો તો જાણી લો હવે ફાઈનલ વિશેષ ટ્રેનોની યાદી

રદ કરાયેલી ટ્રેનો

20, 27 ડિસેમ્બર 2024 અને 3 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ રદ રહેશે.

23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ રદ રહેશે.

    પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો

    23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનઉ ના રસ્તે ચાલશે.

    18, 25 ડિસેમ્બર 2024 અને 1 જાન્યુઆરી 2025ના રોજ કામાખ્યાથી ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનૌ ના રસ્તે ચાલશે.

      Taboola Feed
      દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
      Back to top button