અમદાવાદ

સોનીને સોનાની લગડી વેચવાનું ભારે પડ્યું, જાણો લાંચ-રૂશ્વતનો અજીબ કિસ્સા વિશે…

અમદાવાદઃ રેલવેની નોકરીની લાલચ આપી લાંચ રિશ્વત લેનારા એક અધિકારીએ રૂ. 58 લાખની રકમને સોનાની લગડીમાં કન્વર્ટ કરવાનું કામ એક જ્વેલરને સોંપ્યું હતું અને જ્વેલરે અન્ય એક જ્વેલર પાસેથી સોનાની લગડી લીધી હતી. હવે આ કેસમાં અધિકારી અને એક જ્વેલર સામે તો કાર્યવાહી થઈ છે, પરંતુ જ્વેલરના હાથમાંથી પૈસા અને લગડી બન્ને ગયા હોવાનો કિસ્સો એક અહેવાલ દ્વારા પ્રકાશમાં આવ્યો હતો.

નોકરી આપવા માટે રૂ. 58 લાખની રૂશ્વત લેનારા અધિકારીએ વડોદરાના ધનરાજ જ્વેલરના રાજેન્દ્ર લાડલાનો સંપર્ક સાધ્યો હતો અને લાડલાએ સોનાની લગડી હરિક્રૃષ્ણા જ્વેલર્સ પાસેથી ખરીદી હતી. આ લગડી વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ચીફ કમર્શિયલ મેનેજર એસ.કે. તિવારીને જ્યારે લાડલા આપવા ગયો ત્યારે સીબીઆઈના છટકામાં પકડાઈ ગયો હતો.

આપણ વાચો: ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી, જાણો અમદાવાદમાં આ વર્ષે કેટલા લાંચિયા ઝડપાયા

બીઆઈએ સોનાની 650 ગ્રામની લગડી જપ્ત કરી હતી અને હરિકિષ્ણા જ્વેલર્સને આપેલા રૂશ્વતના પૈસા પણ પરત લીધા હતા. હરિક્રૃષ્ણા જ્વેલર્સના માલિક અમૃતલાલ સોનીએ સીબીઆઈ કોર્ટમા અપીલ કરી હતી અને પોતાની 650 ગ્રામની લગડી પરત આપવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે લાંચ રૂશવતના ગુના સાથે તેઓ સંડોવાયેલા નથી અને તેમણે માત્ર સોનાની લગડી વેચી છે. હવે જ્યારે તેમની પાસેથી લગડીની રકમ પણ સીબીઆઈએ જપ્ત કરી છે ત્યારે તેમને ભારે નુકસાન ગયું છે.

આપણ વાચો: પાટણમાં ACBની મોટી કાર્યવાહી, UGVCLનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો…

સીબીઆઈ કોર્ટે સોનીની અપીલ નકારી હતી અને જણાવ્યું હતું કે રૂશ્વતનો કેસ સાબિત કરવા માટે અને પૈસાને સોનાના સ્વરૂપમાં આપવામાં આવ્યા છે તે સાબિત કરવા માટે સોનાની લગડી મહત્વનો પુરવો છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે સોનીએ આ સોનું લાડલાને વેચી દીધું હતું, આથી તે હવે પોતાની માલિકીનું હોવાનું કહી શકે નહીં.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે જપ્ત કરાયેલી સંપત્તી સીબીઆઈ પાસે સુરક્ષિત છે. આ સાથે સોનાનો ભાવ દિવસે દિવસે વધી રહ્યો છે. સોનાની વધતી-ઘટતી કિંમતને ધ્યાનમાં રાખી અરજદારને તે આપી શકાય તેમ નથી કારણ કે અરજદારે પોતે જ સ્વીકાર્યું છે કે આ લગડી તેમણે લાડલાને વેચી દીધી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button