અમદાવાદનેશનલ

ખડગેને ખુરશી પર બેસાડી રાહુલ સોફા પર બેસી ગયા! ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

અમદાવાદ: હાલ અમદાવાદમાં કોંગ્રેસનું 84મુ અધિવેશન (Congress convention) ચાલી રહ્યું છે, પાર્ટીના તામામ દિગ્ગજ નેતાઓ આ અધિવેશનમાં હાજરી આપી રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ ફરી કોંગ્રેસ નેતાઓ પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી, સહીત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ જોવા મળે છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે અલગ બેસાડીને તેમનું આપમાન કર્યું હતું.

https://twitter.com/amitmalviya/status/1909822187462377567

‘આ દલિતોનું અપમાન’
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ લખ્યું, ‘ આ વીડિયોમાં, મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર અલગથી બેઠેલા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સોફા પર બેઠા છે.’ ભાજપે તેને દલિતોનું અપમાન ગણાવ્યું છે.

માલવિયાએ લખ્યું કે જો ખડગે જી માટે અલગ ખુરશી મૂકવાની જ હતી, તો તેને વચ્ચે કેમ ન મૂકવામાં આવી? તેઓ પાર્ટીના અધ્યક્ષ છે અને વરિષ્ઠ પણ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ખડગે સોનિયા અને રાહુલથી દૂર બાજુમાં એક અલગ ખુરશી પર બેઠા છે. તેમની સાથે વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની અને કેસી વેણુગોપાલ પણ જોવા મળી રહ્યા છે.

અમિત માલવિયા ઉપરાંત, ભાજપના અન્ય નેતાઓ પણ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. જો કે ભજપના આરોપ અંગે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આપણ વાંચો:  ગુજરાત હાઇકોર્ટનો બીજી પત્નીને પણ પેન્શનનો ભાગ ચૂકવવાનો મહત્વનો આદેશ…

કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા હતાં આરોપ:
નોંધનીય છે થોડા દિવસો પહેલા કોંગ્રેસે ભાજપને દલિત વિરોધી પાર્ટી ગણાવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો આરોપ લાગવવામાં આવ્યો કે નેતા રામ જુલી રામ મંદિર ગયા, ત્યારે ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્યએ મંદિર ધોવડાવ્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસની આ પોસ્ટ શેર કરી અને લખ્યું કે આ ભાજપની દલિત વિરોધી અને મનુવાદી વિચારસરણીનું બીજું ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button