અમદાવાદ

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ, Rahul Gandhi 7-8 માર્ચે મુલાકાતે…

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 64 વર્ષ પછી તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થયું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)7-8 માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા હતા.

Also read : જલારામ બાપા અંગે ટિપ્પણી કરવાનું સ્વામીને પડ્યું ભારેઃ 24 કલાકમાં મંદિરે આવી માફી માગવાનું મળ્યું અલ્ટિમેટમ

ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ 7,8 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાત કરશે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ સાથે જ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે મિટિંગ કરશે. તથા સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ મિટિંગ કરશે. અને ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button