કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને કર્યા પ્રશ્ન, અને રાહુલ ગાંધીએ શું આપ્યા જવાબ, જાણો?

અમદાવાદ: રાષ્ટ્રીય અધિવેશન બાદ ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાતમાં લાગુ કરવા જઈ રહેલા સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંબોધન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો હતો અને જેનો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો.

આ બેઠકમા એક કોંગ્રેસના એક કાર્યકરે પ્રશ્ન કર્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટી જાગૃત થાય છે અને ચૂંટણી બાદ કાર્યકરો ક્યાં જાય છે એની ખબર નથી પડતી? ઉમેદવારો ક્યાંથી સિલેક્ટ થઇને આવે છે એ પણ ખબર નથી પડતી. બૂથ લેવલના મેનેજમેન્ટની જરૂર છે.
સંગઠનને જીતાડી શકે તેને જ જવાબદારી
આ પ્રશ્નો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હું કે અમે જિલ્લામાં નેતૃત્વ લાવી રહ્યા છીએ, જિલ્લામાં જે સશક્ત છે તેને જ જિલ્લાનો પ્રમુખ બનાવવામાં આવશે. જે બુથ જીતાડે છે તેમને જ જવાબદારી સોંપવામાં આવશે, જે જિલ્લાના સંગઠનને જીતાડી શકે છે તેને જ જવાબદારી સોંપવામાં આવશે. જે કામ કરે છે, કોની કેટલી પકડ છે, કોણ બુથ જીતે છે અને કોણ બુથ હારે છે તે આંકડાઓ તપાસ કરશું. જે જિલ્લો સારું પ્રદર્શન કરશે તેને જ મંત્રી બનાવવામાં આવશે. કોઇપ નેતાનુ પર્ફોમન્સ જોવામા આવશે. કોંગ્રેસને ઊભી કરનારને જ નિર્ણયમાં ભાગીદારી આપવામાં આવશે. જવાબદારી હશે તેને પ્રશ્ન પૂછવામાં આવશે. સંગઠન સાથે લેવાદેવા નથી તેને ધારાસભ્ય નથી બનાવવામાં દેવામાં આવશે.
મહિલાઓને પણ મળશે સ્થાન
એક મહિલા કાર્યકરે પપ્રશ્ન કર્યો હતો કે નવા સંગઠનમાં મહિલાઓને યોગ્ય સ્થાન આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના સંગઠનમાં અનેક મહિલાઓ હોવા છતાં તેને યોગ્ય સન્માન નથી મળી રહ્યું અને આથી જ તેઓ નથી આવી. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હું કે નવા સંગઠનમા સામાજિક સંતુલન બની રહેશે. મહિલાઓ વિના સંગઠન ચાલી શકે નહિ. આ સિવાય એક કાર્યકરે પાર્ટીના ફંડ અંગે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે પાર્ટી ધારાસભ્યને પાર્ટી 3 મહિના પહેલા ફંડ આપે છે પરંતુ હવે વિચારી રહ્યું છે છે કે પાર્ટી હવે સીધું ફંડ જિલ્લાને મળશે. આ સાથે જ જિલ્લાના પ્રમુખો લોકો પાસેથી પણ ફંડ માટેના પ્રયત્નો કરે.
આપણ વાંચો : ભાજપ અને આરએસએસને હરાવવાની તાકાત માત્ર કૉંગ્રેસ પાસેઃ રાહુલે ગુજરાતમાં કર્યો લલકાર