ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારને ઘેરી

અમદાવાદઃ ગુજરાતમાં કૉંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ડ્રગ્સ અને દારૂનો મુદ્દો વધારે ગરમાયો છે. કૉંગ્રેસે ગુજરાતમાં બેફામ દારૂ અને ડ્રગ્સ વેચાતો હોવાનો અને તેને રોકવામાં સરકારની નિષ્ફળતાનો આક્ષેપ વારંવાર કર્યો છે ત્યારે હવે કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારને ઘેરી હતી.
રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને ગુજરાત સરકારની ટીકા કરી હતી. રાહુલે લખ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની ચાલી રહેલી જન આક્રોશ યાત્રાઓ દરમિયાન, લોકો અને ખાસ કરીને મહિલાઓએ રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણની ફરિયાદ કરી છે અને તેના લીધે તેમની અસુરક્ષા વધી રહી હોવાનું જણાવ્યું છે.
આપણ વાચો: રાહુલ ગાંધી પર ફૂટયો પૂર્વ અધિકારીઓનો ગુસ્સો, કહ્યું રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે
ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજ્યના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાની અંધારાવાળી દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી રહી છે કારણ કે ગુનેગારોને સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે અને જનતાને માત્ર ઉપેક્ષા જ મળી રહી છે.
ગુજરાત પૂછી રહ્યું છે, ભાજપ સરકાર કેમ ચૂપ છે, ભાજપના એક ક્યા પ્રધાન કે નેતા છે જેમની શેહમાં આ બધુ થઈ રહ્યું છે, ગુજરાતના દેશદ્રોહીઓને કેમ રક્ષણ આપવામાં આવી રહ્યું છે, તેવા સવાલ પણ રાહુલે કર્યા હતા.
આપણ વાચો: દિલ્હીમાં કાર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ શું કહ્યું?
યાત્રા દરમિયાન દરેક સભામાં બીજો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે. તાજેતરના વિનાશક પૂરે હજારો ગુજરાતી પરિવારોને તબાહ કર્યા અને ખેડૂતોના પાકનો નાશ કર્યો છે.
गुजरात में चल रही कांग्रेस की जन आक्रोश यात्राओं के दौरान लोगों ने, खासकर महिलाओं ने, बार-बार कहा है कि राज्य में बढ़ते नशे, अवैध शराब और अपराध ने उनके जीवन में असुरक्षा को गहरा दिया है।
— Rahul Gandhi (@RahulGandhi) December 2, 2025
गुजरात महात्मा गांधी और सरदार पटेल की वह धरती है, जहां सत्य, नैतिकता और न्याय की परंपरा रही…
જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે 9કેન્દ્ર પાસેથી) રાહત પેકેજની ચર્ચાઓ અટકતી ન હતી. આજે, ગુજરાત બરબાદ થઈ ગયું છે, ડબલ એન્જિન સરકાર છે, તેઓ (મોદી) વડા પ્રધાન છે, છતાં પણ પૂરતી રાહત કે સહાનુભૂતિ દેખાતી નથી, તેવી ટીકા પણ રાહુલે કરી હતી.
ગુજરાતમાં ભારે જનઆક્રોશ છે. દરેક પરિવાર પોતાના બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છે. દરેક પરિવાર પૂછી રહ્યો છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવ્યા નથી? ડ્રગ્સના વેપાર પર કેમ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવા સવાલ સાથે રાહુલે જણાવ્યું હતું કે કોંગ્રેસ જનતાને સાંભળતી રહેશે અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને અવિરતપણે ઉજાગર કરશે.



