અમદાવાદ

Video: રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા, સમર્થકોએ લગાવ્યા ઝિંદાબાદના નારા

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ કૉંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ 4 અલગ અલગ બેઠક કરશે. કૉંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

આ પણ વાંચો…Ahmedabad માં ડીજી ઓફિસમાં ફરજ બજાવતાં પીઆઈનું હાર્ટ એટેકથી મૃત્યુ, 5 દિવસમાં બીજી ઘટના

રાહુલ ગાંધી પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે કાર્યકરોએ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીની ઝલક મેળવવા મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકરો ઉમટ્યા હતા. ઘણા લાંબા સમય પછી કૉંગ્રેસ કાર્યાલય પર આવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button