ખાખી માટે દોડ! આજથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ…
અમદાવાદ: ગુજરાત પોલીસની લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની 12,472 જગ્યા પરની ભરતી માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. આ માટે રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપશે. આ કસોટી 1 માર્ચ સુધી ચાલવાની છે. શારીરિક કસોટી માટે આજ વહેલી સવારથી જ ઉમેદવારો મેદાન પર પહોંચી ગયા હતા. કસોટી આપીને બહાર આવનારા ઉમેદવારોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : વડોદરામાં 103 મકાન માટે લાખો લોકોની પડાપડી: મકાનોના ફોર્મ માટે કતારો લાગી…
ગાંધીનગર ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ
પોલીસની શારીરિક કસોટી માટે તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડ દ્વારા સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. અહીથી તમામ ગ્રાઉન્ડ પર નજર રાખવામાં આવી રહી છે. આજથી પોલીસ વિભાગમાં શરૂ થયેલી શારીરિક કસોટી આપવા માટે ઉમેદવારો કડકડતી ઠંડીમાં ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ગ્રાઉન્ડની બહાર ઉમેદવારોની સાથે વાલીઓ પણ હાજર જોવા મળ્યા હતા. કસોટી પૂર્ણ કરી બહાર આવનાર ઉમેદવારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો.
મહિલાઓ માટે ચાર કેન્દ્ર
પોલીસની શારીરિક કસોટી માટેની પરીક્ષા માટે પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મહિલાઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર ખાતે શારીરિક કસોટી લેવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતના 33 જિલ્લા અને 8 મનપાના પ્રમુખ બનવા માટે ભાજપમાં 1300 જેટલા મુરતિયા મેદાને…
કયા 15 કેન્દ્રો પર શારીરિક કસોટીનો પ્રારંભ
જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ
રાજય અનામત પોલીસ દળ જુથ-2, સૈજપુર, અમદાવાદ
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-5, ગોધરા
પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, વડોદરા
પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-11 વાવ (સુરત)
મવડી પોલીસ હેડ કવાર્ટર, રાજકોટ
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-8, ગોડલ
પોલીસ હેડ કવાર્ટર, જામનગર
રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડ ક્વાર્ટર, ખેડા
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-7, નડીયાદ
પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા
પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર (સાબરકાંઠા)