અમદાવાદ

C.R. પાટિલે નવરા કરી દીધેલા ધારાસભ્યને ભાજપ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવશે, રાહુલ ગાંધી સાથે શું કનેક્શન ?

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આગામી સોમવાર, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઉપાધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિધાનસભા સચિવાલય દ્વારા સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે. જે સભ્યો કોઈ ઉમેદવારનું નામ પ્રસ્તાવિત કરવા માંગતા હોય, તેમણે નિર્ધારિત પ્રસ્તાવ અને નોટિસ શુક્રવાર, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨ વાગ્યા પહેલા વિધાનસભા સચિવને સુપરત કરવાની રહેશે.

ચૂંટણી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા સચિવાલયે જણાવ્યું હતું કે, કોઈ પણ સભ્ય પોતાનું નામ પ્રસ્તાવિત કે ટેકો આપી શકશે નહીં, તેમજ એકથી વધુ ઉમેદવારના નામનો પ્રસ્તાવ કે સમર્થન પણ કરી શકશે નહીં. આ મહત્વપૂર્ણ ચૂંટણી ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જેઠાભાઈ ભરવાડના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે યોજાઈ રહી છે. જેઠાભાઈએ સ્વેચ્છાએ આ પદ છોડ્યું હતું.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપે એક મોટી જાહેરાત કરી છે. ભાજપ દ્વારા ડેપ્યુટી સ્પીકરના પદ માટેની ચૂંટણીમાં પૂર્ણેશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપની બહુમતીને ધ્યાને લઈને તો ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીનું નામ નિશ્ચિત મનાય રહ્યું છે. ભાજપની જાહેરાત બાદ પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભરશે અને તેમનું બિનહરીફ ચૂંટાવવું નિશ્ચિત છે. સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત માનહાનીનો કેસ નોંધાવ્યો હતો અને આ મામલે તેઓ ખૂબ જ ચર્ચામાં પણ આવ્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button