અમદાવાદ

પ્રેંક vs પતિ: અમદાવાદમાં RJ સાથે મળી પત્નીને પ્રેંક કરવો પડ્યો ભારે, પતિએ કરી આ આ માંગ

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પત્નીએ આરજે સાથે મળી પ્રેંક કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્ની સાથે ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા. તેણે કહ્યું 1 એપ્રિલે પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો હતો, તે શેરીના કૂતરા ઘરે લાવે છે જે મને કરડ્યા છે. પતિએ એલમની માટે 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્ની બે કરોડ રૂપિયા માંગતી હતી.

ફેમીલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરી

જો કે પત્ની છૂટાછેડા આપવા માંગતી નથી. પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે. જે મહિને 60 થી 65 હજાર કમાય છે, જ્યારે પત્ની પત્રકાર છે. અમદાવાદની ફેમિલી કોર્ટે પતિના છૂટાછેડાની અરજી એ આધાર ઉપર ફગાવી દીધી હતી કે પતિ પોતાની પત્ની સામે ક્રૂરતા પુરવાર કરી શક્યો નથી. જો કે, અમદાવાદ ફેમીલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરતાં તેણે ગુજરાત હાઇ કોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરી છે. જો કે, ન્યાયાધીશ સંગીતા વિશેણ અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે બંને પક્ષકારોને જરૂરી સૂચના મેળવી આગામી મુદતે અદાલતને જાણ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી છે.

પતિએ શું કર્યો આક્ષેપ

પતિના આક્ષેપો મુજબ, તેની પત્રકાર પત્નીએ આરજે સાથે મળી તેના ચારિત્ર્યને લઇ પ્રેન્ક કર્યો હતો અને તે શેરીના કૂતરા ઘેર લાવી હતી, જે તેને કરડયા હતા. બાદમાં પતિએ ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાની માંગણી કરી હતી. પતિએ કાયમી ભરણપોષણ પેટે રૂ. 15થી 20 લાખની ઓફર કરી હતી પરંતુ પત્ની દ્વારા રૂ.2 કરોડની માંગણી થઈ રહી છે. અરજદાર પતિ ખાનગી નોકરી કરી રહ્યો છે, જયારે તેની પત્ની પત્રકાર છે અને તે પણ કમાય છે.

પતિ તરફથી જણાવાયું કે, પતિ-પત્નીની ઉમંર 41 વર્ષની આસપાસની છે, તેથી જો સમયસર છૂટાછેડા થાય તો તેઓના બીજા લગ્નનો વિકલ્પ શકય બને. પતિએ જણાવ્યુ કે, પત્નીએ તેના નોકરીના સ્થળ પર તેની વિરૂધ્ધ બહાર અફેર હોવાનું કહીને ખોટો આરોપ લગાવ્યો હતો. જો કે, કેસની સુનાવણી બાદ હાઈ કોર્ટે આ કેસમાં બંને પક્ષકારોને જરૂરી સલાહ મસલત બાદ અદાલતને જાણ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી હતી.

પત્નીએ શું કહ્યું

પત્નીએ પોતે પણ પ્રેંકનો સ્વીકાર કર્યો હતો. પત્નીએ તેની ઉપર દહેજ માંગવાના આક્ષેપ કર્યા છે, જે ખોટા છે. પત્નીએ તેને ધમકી આપી હતી કે જો પતિ તેને છોડીને જતો રહ્યો તો તેની ઉપર દહેજનો કેસ કરશે.

આપણ વાંચો:  ગુજરાતમાં ‘મોબાઇલ ક્રાઇમ’નો ખતરો વધ્યો, સુરત ‘માલવેર કેપિટલ’ બન્યું!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button