Ahmedabad માં ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા પોલીસકર્મીનું મૃત્યુ, પોલીસ બેડામાં શોકનો માહોલ…

Latest Ahmedabad News: અમદાવાદમાં ચાલુ પરેડ દરમિયાન પોલીસકર્મીને હાર્ટ એટેક (heart attack) આવતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસકર્મીને છાતીમાં દુખાવો થતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. સાથી પોલીસકર્મીઓ દ્વારા તેમને સીપીઆર (CPR) આપીને જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ નિષ્ફળતા મળી હતી.
Also read : ગુજરાતમાં બેવડી ઋતુઃ શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો
મળતી વિગત પ્રમાણે, સોમવારે સવારે ગોમતીપુર હેડ ક્વાર્ટર ખાતે પરેડ ચાલતી હતી. તે દરમિયાન પોલીસકર્મી અર્જુનસિંહ (ઉ.વ.32) ને અચાનક છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી 5 મિનિટની અંદર સીપીઆર શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.
સીપીઆર એ જીવન સુરક્ષાનું પ્રાથમિક પગલું છે, જેની મદદથી હૃદય અને ફેફસાંને સંપૂર્ણ રીતે જીવંત રાખવામાં આવે છે. આમાં સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં, દર્દીનો પ્રતિભાવ જોવામાં આવે છે કે તે જીવિત છે કે બેભાન છે. જો તે જવાબ ન આપે તો તરત જ તબીબી મદદ લેવી જોઈએ. દર્દી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી તેની પલ્સ રેટ તપાસવી જોઈએ. ગળાથી પણ નાડી (કેરોટીડ પલ્સ) તપાસતા રહેવું જોઈએ. આ પલ્સ દર 10 સેકન્ડે ચેક કરવાની હોય છે. જો કેરોટીડ પલ્સ અને શ્વાસ ન મળે તો છાતીને દબાવો. આ પણ સીપીઆર નો એક ભાગ છે.
Also read : કેમ કેસર કેરીના આંબાઓ કાપવા લાગ્યા છે ખેડૂતો?: સીએમને પણ કરી અપીલ…
તાજેતરના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને હૃદયરોગના હુમલાની એક મિનિટની અંદર સીપીઆર આપવામાં આવે છે, તો બચવાની શક્યતા 22 % છે પણ જો કોઈ વ્યક્તિને 39 મિનિટ પછી સીપીઆર આપવામાં આવે , તો માત્ર 1 % છે. અમેરિકન હાર્ટ એસોસિએશન સાયન્ટિફિક સેશન 2013 માં, એક જાપાની સંશોધકે જણાવ્યું કે દર્દીને 30 મિનિટની અંદર સીપીઆર આપવાથી તેના મગજની કામગીરી સારી રહે છે.