Top Newsઅમદાવાદ

અમદાવાદમાં ‘હોટ ગ્રેબર રેવ પાર્ટી’ પર પોલીસના દરોડા! ૨૦ NRI સહિત ૨૨ ઝડપાયા, દારૂનો જથ્થો જપ્ત…

અમદાવાદ: બોપલ પોલીસે શીલજ નજીક આવેલા ઝેફાયર ફાર્મ પર ચાલી રહેલી એક મોટી ‘રેવ પાર્ટી’ પર દરોડા પાડીને ૨૦ થી વધુ લોકોને દારૂના નશામાં ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ૨૨ શખ્સોમાંથી મોટા ભાગના આફ્રિકન નાગરિકો સહિત કુલ ૨૦ NRI છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ફાર્મ હાઉસ પર ડીજે મ્યુઝિક, કલરફુલ લાઇટ્સ અને વિદેશી બ્રાન્ડના દારૂ સાથે શરાબ-શબાબની પાર્ટી ચાલી રહી હતી, જેનું નામ ‘હોટ ગ્રેબર પાર્ટી’ રાખવામાં આવ્યું હતું. પાર્ટીના આયોજન માટે જોન નામના યુવકનું નામ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પાર્ટીમાં પ્રવેશ માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા.

જેમાં કિંમત અને સુવિધાઓનો સ્પષ્ટ ઉલ્લેખ હતો:

અર્લી બર્ડ પાસ: રૂ. ૭૦૦
VIP પાસ: રૂ. ૨,૫૦૦
ડાયમંડ ટેબલ (૫ વ્યક્તિ): રૂ. ૧૫,૦૦૦

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ પાસ પર પાર્ટીમાં દારૂ પીવા માટે ‘અનલિમિટેડ’ પી શકાય એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસના દરોડા સમયે પાર્ટીમાં લગભગ ૫૦ જેટલા લોકો હાજર હતા, જેમાંથી ૨૨ ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના લોકોમાં અફરાતફરી મચી હતી. દરોડા સ્થળે મીડિયા પહોંચતા કેટલાક વિદેશી યુવક-યુવતીઓ ભાગવા લાગ્યાં હતાં.

એક કાર ચાલકે તો મીડિયાકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. બોપલ પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, હુક્કા સહિતની વસ્તુઓ જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી છે. તમામના મેડિકલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે આયોજકો સામે કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કરાયા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button