અમદાવાદ

સુરેન્દ્રનગરમાં ખેલકુંભ દરમિયાન ટેનિસ રમતા રમતા પોલીસકર્મી ઢળી પડ્યા ને…

અમદાવાદઃ સુરતમાં અમદાવાદની યુવતી સ્ટેજ પર લેક્ચર આપ્યા બાદ જ ઢળી પડવાની ઘટનાના બીજા જ દિવસે સુરેન્દ્રનગરમાં એક પોલીસકર્મી ખેલકુંભના કાર્યક્રમ દરમિયાન જ મૃત્યુ પામ્યાની ઘટના બહાર આવી છે.

ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા પોલીસકર્મી તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે જ હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયું હતું. મૂળ પાટડીના રહેવાસી પોલીસકર્મી દર વર્ષે રમતોમાં ભાગ લેતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આપણ વાચો: અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો

શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી અને રમતા રમતા અચાનક રાઘવદાસ વૈષ્ણ ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી અને તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર મળી હતી, પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આ ઘટનાએ સૌને શોકમાં નાખી દીધા છે.

સોમવારે અમદાવાદના રાયપુર વિસ્તારની વતની જીલ ઠક્કર (ઉં.વ. 24) નામની યુવતી ધરૂકાવાળા કોલેજમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્ટેજ પર વક્તવ્ય આપી રહી હતી, ત્યારે અચાનક તે ઢળી પડી હતી અને બેભાન થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે રાજ્યમાં યુવાનોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધારી રહ્યા છે.

આઇટી કંપનીના આ સેમિનારમાં હાજર લોકોએ યુવતીને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ફરજ પરના તબીબોએ જીલને મૃત જાહેર કરી હતી. ગુજરાતમાં યુવાન અને સ્વસ્થ લાગતા લોકોના આ રીતે અચાનક મૃત્યુ ચિંતાનો વિષય બની ગયા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button