અમદાવાદમાં પત્નીએ પતિની હત્યા કરી પોતે પણ જીવ ટૂંકાવ્યુંઃ પોલીસ તંત્રમાં ખળભળાટ

અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસલાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલની પત્ની દ્વારા હત્યા કરી દીધા બાદ પોતે આત્મહત્યા કરી લીધો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી.
પત્નીએ પહેલા પોલીસ કોન્સ્ટેબલ માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી હતી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ મુકેશ પરમાર તરીકે કરી છે. આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો: સુરતમાં કપડાંના વેપારીની ઘાતકી હત્યા, લિંબાયત વિસ્તારમાં ફફડાટ
મળતી વિગતો અનુસાર અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ પરમારના પત્નીએ પતિના માથાના ભાગે ઘોડિયાનો પાયો મારીને હત્યા કરી હતી. પતિની હત્યા બાદ પત્નીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ બાદ સંયુક્ત પોલીસ કમિશનર સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર મૂળ રાજકોટ જિલ્લાના જસદણના વતની હતા અને હાલ અમદાવાદના એ ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક પોલીસ કોન્સ્ટેબલ મુકેશ પરમાર અને તેમના પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે પત્નીએ પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો.
આથી મુકેશભાઈને ગંભીર રીતે ઘાયલ થાય હતા અને આ જોઈને તેમના પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને કારણે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.