ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધાર્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું, અમદાવાદ એરપોર્ટ મુખ્ય પ્રધાને કર્યું સ્વાગત

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે.
આપણ વાંચો: નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, ઇન્સ્ટાગ્રામ પર કોના છે સૌથી વધારે ફોલોઅર્સ?
વડા પ્રધાનના આગમન વેળાએ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.