ભાવનગરને શનિવારે મળશે ઈ-બસ સિટિ સર્વિસ, વડા પ્રધાન ઉદ્ધઘાટનમાં વર્ચ્યુઅલી હાજર રહેશે

અમદાવાદઃ અમદાવાદઃ ભાવનગરમાં લાંબા સમયથી રાહ જોવાતી સિટી બસ સેવાનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ થશે. આ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં થશે, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. પ્રથમ તબક્કામાં, આઠ રૂટ પર બસોનું સંચાલન શરૂ થશે.. તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
ઉદ્ઘાટન દિવસથી વહીવટીતંત્ર આઠ રૂટ પર 50 સિટી બસો તૈનાત કરવા માટે તૈયાર છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 16 અધિકારીઓને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. સમારંભ દરમિયાન સંઘવી ઇ-બસોને લીલી ઝંડી આપશે, જ્યારે વડા પ્રધાન વર્ચ્યુઅલી જોડાશે.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઈ-બસ પ્રોજેક્ટ હેઠળ, ભાવનગરને 100 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આમાંથી 50 બસો પહેલેથી જ આવી ગઈ છે, જ્યારે બાકીના કાફલાની ડિલિવરી ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. ઘણા સમયથી લોકો આ સેવાની રાહ જોતા હતા. શહેરના 13 વૉર્ડ્સને આ બસસેવામાં આવરી લેવાશે.



