એકતા દિવસ 2025ઃ વડા પ્રધાને સરદાર પટેલને આપી પુષ્પાંજલિ | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

એકતા દિવસ 2025ઃ વડા પ્રધાને સરદાર પટેલને આપી પુષ્પાંજલિ

અમદાવાદઃ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. જોકે વરસાદના વિધ્નએ અમુક અવરોધ ઊભા કર્યા છે. આજે અહીં વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ સરદારની પ્રતીમાને પુષ્પ અર્પણ કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાને તેમના ચરણોમાં પુષ્પો અપર્ણ કરી લોખંડી પુરુષને નમન કર્યા હતા. આ સાથે મોદીએ એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા.

ગઈકાલે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ.૧,૨૨૦ના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું.
એકતા નગર ખાતે રૂ.૫૬.૩૩ કરોડના ખર્ચે GSEC & SSNNL ક્વાર્ટર્સ, રૂ.૩૦૩ કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન,રૂ.૫૪.૬૫ કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-૧), રૂ.૩૦ કરોડના ખર્ચે ૨૫ ઈ-બસો, રૂ.૨૦.૭૨ કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ.૧૮.૬૮ કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂ.૮.૦૯ કરોડના ખર્ચે વોક વે(ફેઝ-૨), રૂ.૫.૫૫ કરોડનો એપ્રોચ રોડ, રૂ.૫.૫૨ કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો,રૂ.૪.૬૮ કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-૨), રૂ.૩.૧૮ કરોડના ખર્ચે સીસી રોડ,રૂ.૧.૪૮ કરોડના ખર્ચે ડેમ રિપ્લિકા એન્ડ ગાર્ડન,રૂ૧.૦૯ કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. નવનિર્મિત પ્રોજેક્ટો પ્રવાસીઓને વધારાની સુવિધા પૂરી પાડશે.

આપણ વાંચો:  Sardar Patel anniversary 2025: અસ્વસ્થ ગાંધીજીના ઉપવાસથી નારાજ હતા સરદાર અને કહ્યું હતું કે…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button