અમદાવાદ

વડા પ્રધાન 23મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં, 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ સાણંદની પણ મુલાકાત લેશે. સાણંદમાં ચિપ બનાવતી કંપની માઈક્રોન ટેકનોલોજી તેના સેમિકન્ડકર યુનીટમાં કર્મશિયલ પ્રોડક્શનની શરૂઆત કરવાની તૈયારી કરી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

કેન્દ્રીય આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા મહિને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં માઇક્રોનના સંચાલનની શરૂઆતની જાહેરાત કરી હતી. તેથી, પ્લાન્ટના સંચાલનના શુભારંભનો કાર્યક્રમ વડા પ્રધાનની અધ્યક્ષતામાં થાય, તેવી શક્યતા છે.

આપણ વાચો: પીએમ નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે? ફોનના ફીચર્સ જાણીને ચોંકી ઉઠશો…

મોદી જાન્યુઆરી મહિનામાં ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું રાજકોટ ખાતે ઉદ્ધાટન કરાવ્યું હતું અને જર્મન ચાન્સેલર સાથે અમદાવાદ ખાતે પતંગોત્સવમાં પણ હાજરી આપી હતી. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button