
અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને મળવા પહોંચ્યા છે. અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
#WATCH | PM Modi arrives in Ahmedabad, in the wake of the deadly AI-171 flight crash that claimed the lives of 241 people, including 12 crew members, onboard pic.twitter.com/L8BuOQMljk
— ANI (@ANI) June 13, 2025
પીએમ મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે
આ દુર્ઘટના બાદ પીએમ મોદી આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તે સીધા જ વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા સિવિલ હોસ્પિટલ રવાના થયા છે. તેની બાદ પીએમ મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે તેમજ સમગ્ર દુર્ઘટના અંગે માહિતી મેળવીને સ્થિતિની સમીક્ષા કરશે.
જ્યારે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન, વિમાન દુર્ઘટનાની તપાસ પણ તેજ કરવામાં આવી છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
વિદેશી નાગરિકો સહિત 241 લોકોના મોત થયા
આ વિમાન દુર્ઘટનામાં અનેક વિદેશી નાગરિકો સહિત 241 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડીવાર પછી મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 241 લોકોના મોત થયાના અહેવાલ છે.
12 લોકોમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ
આ વિમાનમાં 242 લોકો સવાર હતા જેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. જોકે, વિશ્વાસ કુમાર રમેશ નામનો મુસાફર આ ભયાનક અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયો. તે વિમાનની અંદર સીટ 11A પર બેઠો હતો. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર 230 મુસાફરોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા. વિમાનમાં સવાર અન્ય 12 લોકોમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…પ્લેન ક્રેશ મુદ્દે અમિત શાહે કહ્યું પ્રવાસીઓનો બચવાનો અવકાશ નહોતો, દેશવાસીઓ આઘાતમાં