વડા પ્રધાનના અમદાવાદ કાર્યક્રમ માટે એસટી વિભાગ 25 ઓગસ્ટે 290 બસો દોડાવશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

વડા પ્રધાનના અમદાવાદ કાર્યક્રમ માટે એસટી વિભાગ 25 ઓગસ્ટે 290 બસો દોડાવશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ શહેરના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજીત વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વડા પ્રધાનના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી અને કલોલ પંથકમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે મહેસાણા એસ.ટી. ડિવિઝનની 250 અને કલોલ ડેપોની 40 બસ મળી કુલ 290 નિગમની સરકારી બસોને દોડાવવામાં આવનાર છે.

લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી ડેલિગેટ્સ સહિત આશરે 12,000 થી વધુ લોકોને લાવવા-લઈ જવા માટે મહેસાણા એસ.ટી.વિભાગની 250 બસ અને કલોલ ડેપોની 40 બસ મળી કુલ 290 સરકારી બસોને દોડાવવામાં આવશે.

આપણ વાંચો: એસટીની રોજની મુસાફરી મોંઘી થશે: પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે

મળતી વિગત મુજબ, કડી શહેર 08, કડી ગ્રામ્ય 42, બેચરાજી 20, જોટાણા 20, મહેસાણા શહેર 25, મહેસાણા ગ્રામ્ય 45, ઊંઝા શહેર 03, ઊંઝા ગ્રામ્ય 12, વિસનગર શહેર 05, વિસનગર ગ્રામ્ય 18, વિજાપુર શહેર 05, વિજપુર ગ્રામ્ય 22, ખેરાલુ 10, વડનગર 10, સતલાસણા 05, કલોલ ડેપો. 40 બસો ટ્રિપ મારશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button