અમદાવાદ

પાટણમાં GRD જવાનનું ગર્ભાશય કાઢી નાખતા આત્મહત્યાનો પ્રયાસ! જીગ્નેશ મેવાણીનો પોલીસ અને મંત્રી પર આક્રોશ

પાટણ/ અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં પાટણની એક ખાનગી હોસ્પિટલના ઓપરેશનને લઈને ભારે હંગામો મચ્યો છે. કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ ટ્વીટ દ્વારા ગંભીર આરોપ લગાવ્યો છે કે, કાંકરેજના વડા ગામની વતની અને GRD (ગ્રામ રક્ષક દળ)ની એક મહિલા જવાનના ગાંઠના ઓપરેશન દરમિયાન ડોક્ટરે તેની જાણ બહાર તેનું ગર્ભાશય કાઢી નાખ્યું હતું. આ ગંભીર અન્યાય અને તબીબી બે દરકારીના આઘાતને કારણે પીડિત મહિલા જવાને આજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું મેવાણીએ જણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલે પાટણ પોલીસની કામગીરી પર પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, “દારૂની લાઇનો ચલાવવામાં વ્યસ્ત પાટણ પોલીસ પાસે એક મહિલા કર્મચારીને ન્યાય અપાવવાનો સમય નથી.” આથી, તેમણે રાજ્યના ‘સંસ્કારી મંત્રી’ને આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને યોગ્ય ન્યાય અપાવવા માટે આદેશ આપવા વિનંતી કરી છે. આ મામલે હવે રાજકીય અને કાયદાકીય સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન પર ભારે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપેલા નિવેદન પર ભાજપ અને પોલીસ પરિવાર દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે વિરોધ પક્ષ જિગ્નેશ મેવાણીનું સમર્થન કર્યું હતું.

આ વિવાદમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને મોટા ખુલાસા કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું કે હર્ષ સંઘવી સત્તામાં છે એટલે મોટી વાતો કરે છે, પણ તેમના સંસ્કારોની હકીકત અલગ છે.

સપ્ટેમ્બર 2013માં, જ્યારે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરાયા ત્યારે, હર્ષ સંઘવી (તત્કાલીન ધારાસભ્ય) અને અન્યોએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. લોકોની ફરિયાદ પર ઘટનાસ્થળે પહોંચેલા PSI સાથે હર્ષ સંઘવીએ કથિત રીતે મારામારી કરી અને અપશબ્દો કહ્યા, જેના કારણે તેમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ હતી.

આ પણ વાંચો…કોંગ્રેસમાં ભડકો! જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું “રાહુલ જીનું તો માનો….”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button