દિવાળી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 20 ટકાનો વધારો થવાની શક્યતા | મુંબઈ સમાચાર
અમદાવાદ

દિવાળી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 20 ટકાનો વધારો થવાની શક્યતા

અમદાવાદઃ તહેવારોની મોસમ શરૂ થવા સાથે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 15-20 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. હાલમાં આ એરપોર્ટ દરરોજ 230થી વધુ ફ્લાઇટ મૂવમેન્ટનું સંચાલન કરે છે અને આશરે 38,000 મુસાફરોને સેવા આપે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર દરમિયાન એનઆરઆઈ અને ઘરેલુ મુસાફરોની દોડધામને કારણે દૈનિક પેસેન્જર સંખ્યા 45,000ના આંકડાને સ્પર્શે તેવી સંભાવના છે. આ અપેક્ષિત વધારાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે, મુસાફરોને વધેલી સુવિધાઓ અને વધુ સરળ મુસાફરીનો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ પર વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટને હાયપર-સેન્સિટિવ એરપોર્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હોવાથી, સુરક્ષા વ્યવસ્થાને પણ નોંધપાત્ર રીતે સઘન બનાવવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સીઆઈએસએફ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા વિજિલન્સ વધારવામાં આવશે. અમદાવાદ એરપોર્ટને બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાની આડમાં અશાંતિ ફેલાવવાનો અથવા ગુનાહિત પ્રવૃત્તિનો પ્રયાસ કરી શકે તેવા તત્વો પર પણ કડક નજર રાખી રહી છે.

આપણ વાંચો:  હડદડ વિવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસતા પહેલાં જ AAP નેતાઓ કાર્યાલય બહારથી અટકમાં

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button