અમદાવાદ

Rahul Gandhi Gujarat Visit: કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી, શક્તિસિંહ ગોહિલની નિખાલસ કબૂલાત

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. શનિવારે તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિખાલસ કબૂલાત કરી હતી, તેમણે કહ્યું, કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી હતી.

કાર્યકરોએ સારી નહીં પરંતુ સાચી વાત રાહુલ ગાંધી સામે રજૂ કરી હતી. ઓફિસમાં કામ કરનાર સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી હતી.

રાહુલ ગાંધીએ ઓપન નેતૃત્વ પૂરું પાડ્યું છે. કેટલાક કાર્યકરોએ રાહુલજી સમક્ષ આંતરિક જૂથબંધીની રજૂઆત કરી હતી. કાર્યકરોને લાગતી સાચી વાત રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી એની હું સ્પષ્ટતા કરું છું. લોકસેવા અંગે લડતા રહેજો એવો આશાવાદ રાહુલ ગાંધીએ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો…ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, સિનિયર ડોક્ટરોએ અપહરણ કર્યું ને પછી…

રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ જમીન પર ઉતરશે
આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે કહ્યું, રાહુલ ગાંધીની ગઇકાલની બેઠક કોંગ્રેસની સંપૂર્ણ આતંરિક બેઠક હતી. બેઠકમાં રાહુલ ગાંધીએ કાર્યકરોને માત્ર સાંભળ્યા છે. જે અહેવાલો આવ્યા છે તેને હું વખોડી નાંખુ છું. સૂચનોના આધારે સારી રણનીતિ બનાવી રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ જમીન પર ઉતરશે. કોંગ્રેસ જે રોડ મેપ બનાવશે એ અધિવેશન બાદ જાહેર કરાશે.

કોંગ્રેસમાં કોઈ પણ બાબતે કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે
આ ઉપરાંત રાહુલ ગાંધીએ ગ્રામ્ય લેવલ કાર્યકર્તા સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસના સંગઠનમાં શું ખામી છે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

લોકોના જન આંદોલન જવું ખૂબ જરૂરી બન્યું છે. રાહુલ ગાંધીએ કાર્યકર્તા સાથે સંવાદમાં કોંગ્રેસમાં કોઈ પણ બાબતે કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે અને જરૂર પડશે તો કોંગ્રેસે પક્ષમાં કાઢવાની પણ તૈયારી દર્શાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button